2026માં રાજકોટમાં આ પ્રોજેક્ટ કાર્યરત થવાના છે. જેના કારણે શહેરવાસીઓની સુવિધામાં વધારો થશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં વિદ્યાર્થીઓની સુવિધામાં વધારો કરવાના હેતુથી રૂ.7.39 કરોડના ખર્ચે અત્યાધુનિક નવી લાઇબ્રેરી એક મહિનામાં શરૂ કરાશે.
રાજકોટ-જેતપુર વચ્ચે સિક્સલેનનું કામ દિવાળી સુધીમાં અને જામનગર રોડ પર સાંઢિયા પુલનું કામ એપ્રિલમાં પૂર્ણ થશે, લાખો વાહનચાલકોના સમય-ઈંધણ બચશે
નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રાજકોટ -જેતપુર હાઈવેને સિક્સલેન બનાવવાની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે અને સંભવત: દિવાળી પહેલા તમામ ઓવરબ્રિજ સહિતની કામગીરી પૂર્ણ કરી લેવાશે ત્યારબાદ લોકોની હાડમારી ઓછી થાશે.
છેલ્લા દોઢ વર્ષ કરતા વધુ સમયથી આ હાઈવે પર રોજ 50 હજારથી વધુ વાહન ચાલકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે ત્યારે આ હાઈવેની કામગીરી પૂરી થતાં હજારો વાહનચાલકોનો સમય અને ઈંધણની બચત થશે. તેવી જ રીતે રાજકોટના સાંઢિયાપુલની કામગીરી પણ હવે અંતિમ તબક્કામાં છે અને સંભવત: માર્ચ અથવા એપ્રિલમાં તેનું લોકાર્પણ કરાશે
ત્યારે જામનગર, દ્વારકા, ઓખા તરફ જતાં-આવતા અને માધાપર, નાગેશ્વર, ઘંટેશ્વર, ઈશ્વરિયા સહિતના વિસ્તારમાં રહેતા અંદાજે 1 લાખથી વધુ વાહન ચાલકોને અવર-જવરમાં સમય અને ઈંધણની બચત થશે અને રૈયારોડ પર ફરીને આવવા-જાવવામાંથી મુક્તિ મળશે.