રાજકોટીયન્સે ફટાકડા ફોડી 2026ના વધામણા કર્યા

રાજકોટીયન્સે ડીજે પાર્ટીમાં બોલિવૂડ સોન્ગ પર ઠૂમકા લગાવી મન ભરીને મોજ માણી હતી. ડીજે પાર્ટીની સાથે 2025ને ગુડબાય કરી ફટાકડા ફોડી નવા વર્ષ 2026ના વધામણા કર્યા હતાં. 2025ની છેલ્લી ઘડીઓમાં પણ રંગીલા રાજકોટવાસીઓ ઉત્સાહમાં જોવા મળ્યાં હતાં. અવનવા ડાન્સના સ્ટેપથી પાર્ટીની રંગતમાં પણ વધારો કર્યો હતો. પોલીસ દ્વારા પણ મોડીરાત સુધી ખડેપગે જોવા મળી હતી.

સરકાર તરફથી રાજકોટ SOGને મોબાઈલ ફોરેન્સિક વાન આપવામાં આવી છે, જેની મદદથી ખાસ ચેકિંગ શરૂ કરી માદક પદાર્થનું સેવન કરી નીકળતા શખસોને સ્થળ પર ચકાસી કાર્યવાહી કરી શકાય તે માટે આધુનિક ટેક્નોલોજી ઉપયોગ કરી પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. મોબાઈલ ફોરેન્સિક વાનમાં શકમંદ લોકોને અટકાવી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ વાનમાં એક્સપર્ટ ટીમ દ્વારા શકમંદોનું ચેકિંગ કરી ગણતરીની મિનિટોમાં જ રિપોર્ટ આપી દેવામાં આવતો હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *