ભારત સરકારના યુવા બાબતો અને ખેલ મંત્રાલય તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) દ્વારા આયોજિત દ્વિતીય ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ–2026નું આયોજન આગામી તા. 5 થી 11 જાન્યુઆરી 2026 દરમ્યાન દીવના ઘોઘલામાં આવેલા બ્લૂ ફ્લેગ બીચ ખાતે કરવામાં આવનાર છે. જેમાં ગુજરાતમાંથી એક માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ખેલાડી પ્રગતિ પ્રજાપતિની પસંદગી થતા તેને રાષ્ટ્રીય સિધ્ધિ હાંસલ કરી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીચ કબડ્ડી ખેલાડી પ્રજાપતિ પ્રગતિની પસંદગી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબાએ જણાવ્યુ હતુ કે, રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીચ કબડ્ડી ખેલાડી પ્રજાપતિ પ્રગતિની પસંદગી થઈ છે. જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે અત્યંત ગૌરવની વાત છે. આ સ્પર્ધામાં દેશભરના શ્રેષ્ઠ ખેલાડીઓ ભાગ લેશે. બીચ કબડ્ડી એક મહત્વપૂર્ણ સ્પર્ધાત્મક રમત તરીકે સમાવિષ્ટ છે.
પ્રગતિ જે. જે. કુંડલીયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સેમેસ્ટર-2માં અભ્યાસ કરે છે. આ ઉપરાંત તેમણે વધુમા જણાવ્યું હતું કે, ખેલો ઇન્ડિયા જેવી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લેવો એ ખેલાડીની મહેનત, શિસ્ત અને પ્રતિબદ્ધતાનું પરિણામ છે. પ્રજાપતિ પ્રગતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ દેશભરમાં ઉજાગર કરશે તેવી અમને સંપૂર્ણ આશા છે.