નવા LRDને જિલ્લામાં પહેલીવાર પોસ્ટિંગનો વિકલ્પ મળશે

ગુજરાત સરકાર દ્વારા લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયામાં પૂર્ણ કરની નવનિયુક્ત જવાનોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. આ ભરતી અંતર્ગત પસંદગી પામેલા ઉમેદવારોને 23 ડિસેમ્બરે ગાંધીનગરના સેક્ટર-11ના રામકથા મેદાનમાં યોજાયેલા કાર્યક્રમમાં 11,607 LRD જવાનને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં. ઉમેદવારો ગરમીમાં બેઠા છે જેને લઈને હળવી મજાક કરતા CMએ કહ્યું, તમારી ટ્રેનિંગ તો આજથી જ ચાલુ થઈ ગઈ છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે 11 હજારથી વધુ નવનિયુક્ત લોકરક્ષક દળ (LRD) જવાનોને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, આજે જે ઉમેદવારો ગામોમાં પરત ફરશે તેઓને હવે સામાન્ય નાગરિક તરીકે નહીં પરંતુ ‘દિનેશભાઈ’ કે ‘સાહેબ’ કહીને ઓળખવામાં આવશે. તેમણે નવનિયુક્ત જવાનોને સંબોધતા કહ્યું કે, પોલીસની ખાખી વર્દી સાથે મોટી જવાબદારી જોડાયેલી છે. ધરતી અને સમાજે તમને શું આપ્યું છે તે હંમેશા યાદ રાખજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *