પિતાના જ મિત્રની સગીરા સાથે જાતિય સતામણી

રાજકોટમાં રહેતી 17 વર્ષની વિદ્યાર્થિની પોતાના પિતાના મિત્ર જેને તે માસા કહેતી હતી તેણેજ જાતિય સતામણી કર્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ અંગે જાણ થતા ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આરોપી દિવ્યેશ મનસુખ બુસા (ઉં.વ.25)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દીકરીના ફોનમાં આરોપીનો ફોન આવતા પિતાએ સવાલ કર્યો આ બનાવ અંગે ભોગબનનાર વિદ્યાર્થિનીના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે, આરોપી સાથે તેને મિત્રતાનો વ્યવહાર છે, જેથી તેના સંતાનો તેને માસા કહે છે. 11 ડિસેમ્બરના રોજ રાત્રે પરિવારના સભ્યો સાથે હોટેલમાં જમવા ગયા હતા, ત્યારે તેની પુત્રીના મોબાઈલમાં આરોપીનો કોલ આવ્યો હતો જે જોઈ તેને આશ્ચર્ય થયું હતું. આ મામલે પુત્રીને પૂછતાં તેણીએ કહ્યું કે, આરોપી તેને અવાર-નવાર કોલ કરી જન્માષ્ટમીના તહેવારોથી હેરાન કરે છે. માત્ર હેરાન જ નહીં, પરંતુ પરાણે ફ્રેન્ડશિપ રાખવા દબાણ પણ કરી રહ્યો છે.

દીકરીએ હકીકત જણાવતા પિતાની પોલીસ ફરિયાદ વિદ્યાર્થિની કોલેજ જાય ત્યારે કોલ કરી રેસકોર્સ પરના કેફેમાં, ઉપરાંત બાલભવનની રેસકોર્સ રોડ પરના કેફેમાં એક વખત તેનો ફોટો પણ પાડી લીધો હતો. પુત્રીની આ વાત સાંભળી પિતા ચોંકી ઉઠયા હતા અને પરિવારજનોને જાણ કર્યા બાદ આખરે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ભક્તિનગર પોલીસે તાત્કાલિક આરોપીને સકંજામાં લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, આરોપી પ્લાસ્ટિકના કારખાનામાં નોકરી કરે છે. જો કે સગીરાનું શારીરિક શોષણ થયું છે કે કેમ? તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *