લઘુશંકા કરવા જતા યુવાનનું પહેલા માળેથી પટકાતા મોત

રાજકોટના વાવડી વિસ્તારમાં ચાલતી અમિતભાઈની સાઈટ પર કામ કરતો લક્ષ્મણ કાનજીભાઈ ગરાસીયા (ઉ.વ.33) નામનો યુવાન રાત્રિના સમયે પહેલા માળેથી અકસ્માતે નીચે પટકાયો હતો. જેથી ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ દમ તોડી દેતા મોત નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન મૂળ રાજસ્થાનનો વતની હોવાનું અને છેલ્લા એક મહિનાથી સાઇટ ઉપર કામ કરતા તેના બે ભાઈઓ સાથે કામ કરતો હતો અને રહેતો હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવાન ત્રણ ભાઈ ત્રણ બહેનમાં મોટો હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. રાત્રિના સમયે લક્ષ્મણ લધુશંકા કરવા જતા સમયે પહેલા માળેથી નીચે પડેલી માલ વાહક લિફ્ટ પર પટકાયો હતો જેના કારણે ગંભીર ઇજા પહોંચતા મોત નીપજયું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ઘરી છે

ફુટપાથ પર સુતેલા લોકોને જમાડવા ગયેલા રેસ્ટોરન્ટ સંચાલકના ઘરમાં ચોરી તેજસભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ગઇ તા. 14નાં રોજ રાત્રીનાં 12.30 વાગ્યે રૈયા સર્કલ પાસે ફુટપાથ પર સુઈ રહેતા લોકોને રામ રોટી જમાડવા ગયા હતા. પત્ની અને પુત્ર બંને ઉપરનાં રુમમાં સુતા હતા, બાદમાં તેઓ 3 વાગ્યે ઘરે પરત આવ્યા હતા. આ સમયે ઘરનાં નીચેનાં મેઇન દરવાજાનો લોક તુટેલો હતો. દરમિયાન તેમનાં પત્ની અને દીકરો ઉપરનાં બીજા માળે રુમમા સુતા હતા. તેમણે અંદર જોયું તો કબાટ પણ ખુલ્લો હતો અને સામાન વેર વીખેર હાલતમા પડ્યો હતો. તેમણે પત્નીને જગાડી તપાસ કરતા માલુમ પડ્યુ કે ઘરમાંથી 20 હજાર રોકડા અને ચાંદીનાં સિક્કા સહિત રૂ. 44 હજારની મતા ચોરાઇ ગઇ છે. આ મામલે તેમણે યુનીવર્સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

ઓવરટેક કરવા બાબતે રિક્ષાચાલક સાથે ઝઘડો કરી બે શખ્સોનો હુમલો આજીવસાહતમાં ખોડીયાર નગર શેરી નં.14માં રહેતો રિક્ષાચાલક દીલીપ ઉર્ફે મહારાજ શાંતીરામ ગોંડલીયા (ઉ.વ.42) ગત તા. 7ના તેની પિતરાઇ ભત્રીજીની સગાઇ હોવાથી પરિવાર સાથે રિક્ષા લઇ ચોટીલા ગયો હતો. ત્યાથી સાંજે પરત આવતા હતા ત્યારે રાજકોટમાં ભાવનગર રોડ પર થોરાડા પોલીસ સ્ટેશન પાસે રોડનું કામ ચાલુ હોવાથી ડાયર્વઝનમાં અમુલ સર્કલ તરફ રિક્ષા લઇ જતો હતો. ત્યારે બાઇકમાં અજાણયા બે શખ્સો રિક્ષાને ઓવરટેક કરવા જતા હતા. ત્યારે તેમને તમે આગળ જતા રહો તેમ કહેતા આ શખ્સોને સારુ ન લાગતા બોલાચાલી કરી માર માર્યો હતો અને છુટો પથ્થર મારતા કપાળના ભાગે ઇજા થતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે થોરાડા પોલીસે અજાણયા બંને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *