માનસિક બીમારીથી પીડાતા યુવકે ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું

ઉપલેટા શહેરમાં 36 વર્ષીય યુવકે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. સવારે પરિવારજનોને આ ઘટનાની જાણ થઈ હતી.

મૃતક યુવકની ઓળખ મુસ્તાક હારુનભાઈ પરમાર (ઉંમર 36) તરીકે થઈ છે, જે ઉપલેટા શહેરના ગાભા બજાર પાસેની સોઢા શેરીમાં રહેતો હતો. પ્રાથમિક માહિતી મુજબ, મુસ્તાક માનસિક બીમારીથી પીડાતો હતો અને તેની સારવાર ચાલી રહી હતી.

મુસ્તાક પરિણીત હતો, અને તેની પત્ની હાલ પિયરમાં હતી. સવારે નાસ્તો કરવા માટે તે રૂમમાંથી બહાર ન આવતા, પરિવારજનોએ તપાસ કરતા તે પોતાના રૂમમાં પંખા સાથે લટકાયેલી હાલતમાં મળી આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *