જસદણ તાલુકાના બેલડા ગામે જમીન સંબંધિત જૂના વિવાદને ધ્યાનમાં રાખીને એક જ પરિવારના ભાઈઓ વચ્ચે ઉગ્ર તણાવ ઊભો થયો હતો, જે અંતે ખેતર વિસ્તારમાં લાકડીઓ વડે અથડામણમાં ફેરવાયો હતો. પરિવારજનો વચ્ચે થયેલી આ સામ-સામેની મારામારીનો વિડીઓ સ્થાનિક લોકોએ મોબાઇલ ફોનમાં કેદ કર્યો હોવાનું સામે આવ્યું હતું,
જે બાદમાં સોશિયલ મીડિયામાં પણ ઝડપથી વહેતો થયો હતો. આ મારામારીના બનાવમાં કુલ ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોમાં અનિલ લાખાભાઈ ગમારા, નરેશભાઈ લાખાભાઈ ગમારા અને ભાનુબેન લાખાભાઈ ગમારાનો સમાવેશ થાય છે. તેમને પ્રથમ સારવાર માટે જસદણની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળેલ છે.
આ ઘટનાની જાણ થતા જસદણ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી હતી. હાલ પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં ઝઘડાનું મૂળ કારણ, જવાબદારોની ભૂમિકા અને વહેતા થયેલા વિડીયોની પણ તપાસ કરવામાં આવી રહી છે.