ખેલે સાણંદ એથ્લેટિક્સ મીટ 2025 સફળતાપૂર્વક પૂર્ણ

અમદાવાદના AUDA સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મણિપુર ગામ ખાતે 1 ડિસેમ્બરથી 5 ડિસેમ્બર દરમિયાન યોજાયેલી પ્રથમ ખેલે સાણંદ એથ્લેટિક્સ મીટ ભવ્ય સફળતા સાથે પૂર્ણ થઈ છે. આ મીટે સાણંદ તાલુકાના 3000થી વધુ યુવા ખેલાડીઓને એક પ્લેટફોર્મ પર એકત્રિત કરીને રમત, શિસ્ત અને સમુદાય ભાવનાનો અનોખો ઉત્સવ ઉજવ્યો. મીટમાં કુલ 3000થી વધુ ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં નોંધણી કરાવી હતી, જેમાં કેટેગરી U-14માં સૌથી વધુ 1600 ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ સપ્તાહભરની સ્પર્ધામાં 1500થી વધુ યુવતીઓ અને એટલા જ યુવાનોની ભાગીદારી રહી, જે આ પહેલની સર્વસમાવેશી દ્રષ્ટિનું મજબૂત પ્રતિબિંબ છે.

પાંચમા દિવસે અંતિમ ઇવેન્ટ્સ અને ગ્રાન્ડ મેડલ સમારોહ સાથે મીટનું સફળ સમાપન થયું હતું. સમાપન સમારોહમાં વિજયી ભારત ફાઉન્ડેશનના ડિરેક્ટર દુર્ગેશ અગરવાલ, દિલીપ ઠાકર (ટ્રસ્ટી, સંસ્કારધામ), તાલુકા વિકાસ અધિકારી નિરજ બારોટ સહિત VBFના યુવા તારાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ દિવસે (U-9) બાળકો 60 મીટર દોડ, શટલ-રન, સ્ટેન્ડિંગ બ્રોડ-જમ્પ અને વર્ટિકલ-જમ્પ જેવી સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ત્યારબાદ U-11 અને U-14 કેટેગરીની ટ્રેક અને ફિલ્ડ સ્પર્ધાઓમાં ખેલાડીઓએ અદભૂત પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.

ટેલેન્ટ સ્કાઉટ્સની વિશેષ હાજરી અને પ્રદર્શન આ મીટની મુખ્ય વિશેષતા એ રહી કે ટેલેન્ટ-સ્કાઉટ્સની એક ટીમે પાંચ દિવસ દરમિયાન ખેલાડીઓના પ્રદર્શન પર સતત નજર રાખી. ખાસ કરીને બ્રોડ-જમ્પ અને વર્ટિકલ-જમ્પમાં અનેક યુવા ખેલાડીઓએ વિસ્ફોટક પ્રદર્શન કરીને સૌને પ્રભાવિત કર્યા હતા. આ ઉમદા પ્રદર્શને સાણંદના ગ્રાસરૂટ્સ એથ્લેટિક્સની ક્ષમતાને ઉજાગર કરી છે અને ભવિષ્યમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ચમકવાની ક્ષમતા ધરાવતા યુવા ખેલાડીઓને ઓળખવામાં મદદ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *