રાજકોટ મનપાનાં ફૂડ વિભાગે લીધેલા ખાદ્યપદાર્થનાં 7 નમૂના ‘સબસ્ટાન્ડર્ડ’ જાહેર

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી લેવામાં આવેલા ખાદ્યપદાર્થોના 7 નમૂના રિપોર્ટમાં ‘સબસ્ટાન્ડર્ડ’ જાહેર થતાં ફૂડ સેફ્ટી & સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ કેસ નામદાર એજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર સમક્ષ ચાલતાં રૂ.3,00,000નો દંડ વસૂલવાનો હુકમ કરવામાં આવ્યો છે. કાર્યવાહીમાં ખાસ કરીને ઘી, માવો, અને મીઠાઈના નમૂનાઓમાં ભેળસેળ સામે આવી છે, જે ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે ગંભીર જોખમ ઊભું કરે છે.

શ્રી સિયારામ વિજય પટેલ આઇસ્ક્રીમ એન્ડ ડેરી ફાર્મને 1.80 લાખનો દંડ સૌથી મોટો દંડ રૂ.1,80,000 “શ્રી સિયારામ વિજય પટેલ આઇસ્ક્રીમ એન્ડ ડેરી ફાર્મ”, બોલબાલા માર્ગ, રાજકોટના માલિક આંબાલાલ ગિરધરભાઈ સાકરીયાને ફટકારવામાં આવ્યો છે. આ પેઢી પરથી લેવામાં આવેલા “ગાયનું શુધ્ધ ઘી (લુઝ)” ના નમૂનાના રીએનાલિસિસ રિપોર્ટમાં નિયત ધારાધોરણ મુજબના આયોડિન વેલ્યૂ, સેપોનીફિકેશન વેલ્યૂ, BR રીડિંગ, અને રિચર્ટ વેલ્યૂમાં અનિયમિતતા જોવા મળી હતી. વધુમાં, નમૂનામાં “Unidentified yellow oil soluble synthetic Colour” અને “ફોરેન ફેટ”ની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ હતો. આટલી મોટી રકમનો દંડ ભેળસેળ કરનારાઓ માટે લાલબત્તી સમાન છે.

મોળો માવો (લુઝ)ના નમૂનામાં ભેળસેળ આ ઉપરાંત, “શ્રધ્ધા ગુલાબ જાંબુ”, મહાદેવવાડી મેઇન રોડ પરથી લેવાયેલા “મોળો માવો (લુઝ)”ના નમૂનામાં પણ ભેળસેળ સાબિત થઈ હતી. પૃથ્થકરણ રિપોર્ટમાં આયોડિન વેલ્યૂ, સેપોનીફિકેશન વેલ્યૂ, BR રીડિંગ, રિચર્ટ વેલ્યૂ નિયત ધારાધોરણ મુજબની ન હોવા ઉપરાંત, તેમાં વેજીટેબલ ઓઇલની હાજરી મળી આવી હતી. આ કેસમાં પેઢીના માલિક રૂપેશભાઈ દિનેશભાઇ પરમારને રૂ.50,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.

કેસર શિખંડમાં સિન્થેટીક ફૂડ કલર તો મવડી વિસ્તારમાં આવેલ “શ્રી ખોડિયાર ડેરી ફાર્મ” પરથી લેવામાં આવેલા “કેસર શિખંડ (લુઝ)”ના નમૂનામાં સિન્થેટીક ફૂડ કલરની હાજરી અને કેસરની ગેરહાજરી મળી આવી હતી. આ અંગેના કેસમાં પેઢીના સંચાલક સોનું લખતસિંગ યાદવ અને માલિક વિજયભાઈ મગનભાઇ ઘાડિયાને કુલ રૂ.20,000 નો દંડ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *