રાજકોટમાં 81 હજાર મૃત મતદારોના નામ રદ

રાજકોટ જિલ્લાની 8 વિધાનસભામાં શરૂ કરવામાં આવેલી સ્પેશ્યલ ઇન્ટેસીવ રિવીઝન(SIR)ની કામગીરી 82.74 ટકા પૂર્ણ થઈ ગઈ છે. જેમાં રાજકોટ જિલ્લામાં કુલ 23.91 લાખ મતદારોમાંથી 19 લાખ મતદારોનું મેપીંગ થઈ ગયુ છે. જ્યારે અત્યારસુધીમાં 81 હજારથી વધુ મતદારો મૃત નીકળ્યા છે.

ખાસ મતદાર યાદી સુધારણા ઝૂંબેશ અંતર્ગત મતદાર ફોર્મ અપલોડ કરવાની છેલ્લી તારીખ 4 ડિસેમ્બર હતી તે વધારી 11 ડિસેમ્બર કરી નાખવામાં આવી છે. જોકે હવે એક અઠવાડિયું જ બાકી છે તેવામાં BLO પુરજોશમાં કામગીરી કરી રહ્યા છે.

800થી વધુ બીએલઓ દ્વારા 11 લાખથી વધુ મતદારોના ફોર્મ ભરાઈને પરત મેળવ્યા રાજ્યમાં મહાપાલિકા વિસ્તારમાં રાજકોટ શહેરની કામગીરી ટોપ ઉપર છે. રાજકોટ શહેરની ત્રણેય બેઠકમાં 800થી વધુ બીએલઓ દ્વારા 11 લાખથી વધુ મતદારોના ફોર્મ ભરાઈને પરત મેળવી લેવામાં આવ્યા છે. શહેરી વિસ્તારમાં શરૂઆતના તબક્કામાં કામગીરી ધીમી રહ્યા બાદ ચૂંટણી પંચ દ્વારા અધિકારીઓને ઠપકો આપવામાં આવ્યા બાદ કામગીરી વેગવંતી બની છે. ડિસેમ્બરમાં શહેરની ત્રણેય વિધાનસભામાં કામગીરી 75 ટકા આસપાસ થઈ ગઈ છે.

નવી બેઠકમાં સ્થળ ફેરફારના કારણે મીસમેચ થયાની ઢગલાબંધ ફરિયાદ રાજકોટ શહેરમાં બે નવી બનેલી વિધાનસભા દક્ષિણ અને પશ્ચિમના કારણે મતદારોના નામને લઈ મુશ્કેલી ઉભી થઇ હતી. કારણકે વર્ષ 2002ની મતદાર યાદીમાં જે તે મતદારોના નામ હતા તે નવી બેઠકમાં સ્થળ ફેરફારના કારણે મીસમેચ થયાની ઢગલાબંધ ફરિયાદ ઊઠી હતી. તે સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલી લીંક પણ ખૂલતી ન હોવાની વ્યાપક ફરિયાદો થઈ હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *