મારવાડી યુનિ.ના વિદ્યાર્થીનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત

મારવાડી યુનિવર્સિટીના 19 વર્ષીય વિદ્યાર્થીએ ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. મૂળ હૈદરાબાદનો ગુનુસાંઈ રેડ્ડી કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરતો હતો અને હોસ્ટેલમાં રહેતો હતો. હોસ્ટેલથી નીકળ્યાના 20 મિનિટ બાદ પાટા પરથી તેનો મૃતદેહ મળ્યો હતો. આપઘાતનું કારણ જાણવા ન મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, રવિવારે સાંજે બેડીથી સોખડા વચ્ચે આવલા રેલવે બ્રિજ પાસે રેલવેના પાટા પરથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને યુવકની ઓળખ કરવા તજવીજ કરી, પરંતુ તે સમયે ઓળખ થઈ શકી નહોતી. મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો.

યુવકના ખિસ્સામાંથી મળેલા કાગળો પરથી તેમના મિત્રો સુધી પોલીસ પહોંચી હતી અને મૃતકની ઓળખ ગુનુસાંઈ વર્ધન રેડ્ડી (ઉંમર વર્ષ 19) તરીકે થઈ હતી. મિત્રોની પુછપરછથી જાણવા મળ્યું કે, ગુનુસાંઈ મોરબી રોડ પર નવા માર્કેટિંગ યાર્ડ નજીક રેડ રોઝ હોટેલની પાછળ આવેા આર.સી.ટી. એપાર્ટમેન્ટમાં હોસ્ટેલમાં રહેતો હતો અને મારવાડી કોલેજમાં કોમ્પ્યુટર સાયન્સમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેનું વતન હૈદરાબાદ હતું. પરિવાર વતનમાં ખેતી કામ કરે છે. ગુનુસાંઈ એક ભાઈ અને એક બહેનમાં નાનો હતો.

પીએમ બાદ તેના મિત્રો મૃતદેહ લઈ વતન જવા રવાના થયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે, ગુનુસાંઈ રવિવારે સાંજના 5.30 વાગ્યા આસપાસ હોસ્ટેલથી નીકળ્યો હતો. રેલવે બ્રિજ પાસે ટ્રેન હેઠળ પડતું મુકીને આપઘાત કરી લીધો હતો. પોલીસે મિત્રોની પુછપરછ કરી હતી પણ આપઘાતનું કોઈ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. જેથી પોલીસે તપાસ યથાવત રાખી છે.

ચોરીની શંકાએ પોલીસે માર માર્યાનો યુવકનો આક્ષેપ પ્રદીપભાઈ પરબતભાઈ સોલંકી (ઉં.વ. 35, રહે.હલેન્ડા ગામ, તા.જિ.રાજકોટ)એ આક્ષેપ કરતા જણાવ્યું કે, તે ટ્રેક્ટર ડ્રાઇવર તરીકે કોઈનું ટ્રેકટર ચલાવે છે. એક ખેતરમાં તેઓ ટ્રેક્ટર ચલાવતા હતા ત્યારે પોલીસ આવી હતી. ગાડીમાં બેસાડી સરધાર પોલીસ ચોકીએ લાવી હતી. લાખાપર ગામે રંગુન માતાજીના મંદિરે ચોરી થઈ હતી તે બાબતે પુછપરછ કરી હતી. ચોરી તે કરી છે બોલ મુદ્દામાલ ક્યાં છુપાવ્યો છે તેમ કહીં માર માર્યો હતો. ગડદાપાટુ માર્યા, પટ્ટા માર્યા, આંગળીઓ મરડી અને પછી કોઠારીયા રોડ પર આવેલા પોલીસ સ્ટેશન લઈ ગયા. મેં હાથ જોડી કહ્યું કે, સાહેબ મેં ક્યારેય ચોરી નથી કરી. પણ કોઈએ મારું સાંભળ્યું નહીં. પોલીસ સ્ટેશનમાં જ્યાં ઉપર બીજા માળે એક રૂમમાં પાંચ-છ પોલીસ વાળા આવ્યા અને બેફામ માર માર્યો. ફડાકા માર્યા અને પટ્ટા માર્યા જે પછી મને છોડીને મુક્યો. મને જાણવા મળ્યું કે, ચોરીની ઘટનાના સીસીટીવી મળ્યાં. જેમાં કોઈ આરોપી ઓળખાઈ ગયો. એટલે મને જવા દેવાયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *