ગુજરાત સહિત 15 રાજ્યોની 7 મેડિકલ કોલેજો પર EDના દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દેશભરની સાત ખાનગી મેડિકલ કોલેજોમાં ભારે ભ્રષ્ટાચારના આરોપોને લઈને ગુરુવારે સવારથી મોટું સર્ચ ઓપરેશન હાત ધર્યું હતું. ગુજરાતના ગાંધીનગર જિલ્લાના કલોલમાં આવેલી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ (SIMSR) સહિત આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઉત્તર પ્રદેશ અને દિલ્હીના કુલ 15 સ્થળોએ એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા.

FIRમાં ખુલાસો થયો ED એ AC III, CBI, નવી દિલ્હી દ્વારા BNS, 2023 અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની વિવિધ કલમો હેઠળ નોંધાયેલી FIRના આધારે તપાસ શરૂ કરી હતી. FIRમાં ખુલાસો થયો છે કે, દેશભરની વિવિધ ખાનગી મેડિકલ કોલેજોના પ્રતિનિધિઓ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW), ભારત સરકાર, નવી દિલ્હી અને રાષ્ટ્રીય તબીબી આયોગ (NMC), નવી દિલ્હી સાથે સંકળાયેલા કેટલાક જાહેર અધિકારીઓ સાથે, મેડિકલ કોલેજોના નિરીક્ષણ સંબંધિત ગુપ્ત માહિતી ગેરકાયદેસર રીતે મેડિકલ કોલેજો અને મધ્યસ્થીઓને જાહેર કરી રહ્યા હતા, જેના કારણે તેઓ પરિમાણોમાં ફેરફાર કરી શકતા હતા અને મેડિકલ કોલેજોમાં શૈક્ષણિક અભ્યાસક્રમો ચલાવવા માટે મંજૂરી મેળવી શકતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *