રાજકોટમાં વધુ એક યુવતી સાથે દુષ્કર્મ

રાજકોટમાં ફરી એકવાર ચોંકાવનારો બ્લેકમેલિંગ અને દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. શહેરમાં રહેતી એક યુવતીને પહેલાં તો પ્રીતિ ઘેટીયા નામની મહિલા દ્વારા મુકેશ સોલંકીના સંપર્કમાં લાવવામાં આવી, ત્યારબાદ બંનેએ મળીને યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું, ન્યુડ ફોટા-વીડિયો ઉતારીને બ્લેકમેલ કરી કુલ રૂ. 4.25 લાખ પડાવી લીધા અને યુવતીના લગ્ન પણ ધમકીઓ આપીને રોકાવી દીધા.

ખાસ વાત એ છે કે, આરોપી મુકેશ સોલંકી પડધરીની સરકારી શાળામાં શિક્ષક છે, જ્યારે પ્રીતિ ઘેટીયા મોરબી જિલ્લામાં સરકારી શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. યુવતીની ફરિયાદ બાદ યુનિવર્સિટી પોલીસે બંને વિરુદ્ધ દુષ્કર્મ, બ્લેકમેલિંગ અને ધમકીના ગંભીર ગુના નોંધી તપાસ શરૂ કરી છે.

ન્યુડ ફોટા પાડી વીડિયો ઉતારી તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી મુકેશ અને પ્રીતિએ ગુનાહિત કાવતરું રચી યુવતીને ફસાવ્યા બાદ આરોપી મૂકેશે સાધુવાસવાણી રોડ પર પાટીદાર ચોક પાસે રવિ એપાર્ટમેન્ટ ખાતે પ્રીતિના ફ્લેટ પર યુવતીની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને યુવતીના ન્યુડ ફોટા પાડી વીડિયો ઉતારી તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. જે બાદ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી કટકે-કટકે તેની પાસેથી રૂ.4.25 લાખ બળજબરીથી કઢાવી લીધા હતા. તેમજ આરોપી મૂકેશે યુવતીને કારના ચાર્જિંગ વાયર વડે તેમજ કળા વડે માર મારી ઈજા પહોંચાડી હતી.

યુવતીના પરિચિતને જાનથી મારી નાખવાની ધમકી આપી તેના લગ્ન રોકાવ્યા વધુમાં યુવતીએ જણાવ્યું હતું કે, તેણીના લગ્ન સમયે પણ આ બન્ને શખસો અહીં ધસી આવી યુવતીના પરિચિતને જાનથી મારી નાખવાની ધમકી આપી તેના લગ્ન રોકાવ્યા હતા. જેથી અંતે કંટાળી જઈ યુવતીએ આ મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપી મુકેશ સોલંકી અને પ્રીતિ ઘેટીયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભોગ બનનાર યુવતી પ્રથમ પ્રીતિના સંપર્કમાં આવી હતી અને પ્રીતિ દ્વારા મુકેશનો સંપર્કમાં કરાવવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મુકેશ સોલંકી પડધરી તાલુકાના રોહીશાળા ગામ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે, જયારે પ્રીતિ ઘેટીયા મોરબી જિલ્લામાં સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *