વીંછિયામાં લાખોના વાયરની ચોરીનો ભેદ ખુલ્યો, અંજારના બે શખ્સની ધરપકડ

વીંછિયા વિસ્તારમાં પીજીવીસીએલનાં લાખો રૂપિયાના એલ્યુમિનિયમ અને કોપર વાયરની થયેલી ચોરીનો ભેદ રાજકોટ એલસીબી ટીમે ઉકેલી લીધો હતો. ટીમે પગેરું દબાવતાં આરોપીઓ કચ્છના અંજાર બાજુ હોવાનું માલુમ પડતાં તપાસનો દૌર એ તરફ લંબાવ્યો હતો

અને કચ્છના અંજારનાં બે શખ્સને ઝડપી પાડી મોટી માત્રામાં મુદ્દામાલ કબજે કર્યો હતો. એલસીબીની ટીમે અશોક જીવા ઠક્કર અને બાબુ ભીખા વડેયા એમ બન્ને આરોપીને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 2360 કિલો એલ્યુમિનિયમ અને કોપર વાયર, કિંમત અંદાજે રૂ.4,39,000, તેમજ ચોરીમાં વપરાયેલ વાહન સહિત કુલ રૂ. 9,50,000 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.કબજે કરાયેલા આરોપીઓને તથા મુદ્દામાલને વીંછિયા પોલીસ સ્ટેશનના હવાલે સોંપવામાં આવ્યા હતો. ચોરી અંગેની આગળની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *