ખાદ્યપદાર્થો-પાણીમાં ભેળસેળનો પર્દાફાશ

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી લેવામાં આવેલા 4 ખાદ્ય પદાર્થોના નમૂના પૃથ્થકરણ રિપોર્ટમાં ‘સબસ્ટાન્ડર્ડ’ (ફેઈલ) જાહેર થયા છે. આ ફેલ થયેલા નમૂનાઓમાં “સીધેશ્વર ઢોસા” માંથી લેવાયેલું “બટર (લુઝ)”, “ગાયત્રી મદ્રાસ કાફે” માંથી લેવાયેલું “ANMOL SUPER REFINED KAPAASIYA TEL”, “શ્યામ ડેરી પ્રોડક્ટસ” માંથી લેવાયેલું “SAVARIYA LOW FAT PANEER” અને “CRYTAL BEVERAGES” નું “‘BILLKING’ PACKAGED DRINKING WATER” સામેલ છે. આ તમામ ધંધાર્થીઓ સામે હવે એજયુડિકેશન કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ફેઈલ થયેલા નમૂનાઓની વિગત “બટર (લુઝ)” – સીધેશ્વર ઢોસા, નાનામવા સર્કલ:નાનામવા સર્કલ પાસે, નાનામવા રોડ પર આવેલા “સીધેશ્વર ઢોસા” ના સ્થળેથી લેવામાં આવેલા “બટર (લુઝ)” ના નમૂનાનો પૃથ્થકરણ રિપોર્ટ નિષ્ફળ ગયો છે. રિપોર્ટમાં દર્શાવ્યા મુજબ, આ નમૂનામાં B.R.READING AT 400 C અને મિલ્ક સોલીડ નોટ ફેટ ની માત્રા નિર્ધારિત ધારાધોરણ કરતાં વધુ મળી આવી છે. આ ઉપરાંત, રીચર્ટ વેલ્યૂ ધારાધોરણ કરતાં ઓછી હતી અને તેમાં તીલ ઓઇલની હાજરી પણ મળી આવી હતી. આ ગેરરીતિઓના કારણે આ નમૂનાને “સબસ્ટાન્ડર્ડ” (ફેઈલ) જાહેર કરવામાં આવ્યો છે.

કોટન સીડ ઓઇલના ટેસ્ટમાં ​​​​​​આ નમૂનો નિષ્ફળ “ANMOL SUPER REFINED KAPAASIYA TEL” – ગાયત્રી મદ્રાસ કાફે, જૂનો મોરબી રોડ:જૂના મોરબી રોડ પર, કાર્તિક પાર્ટી પ્લોટ પાસે, તીર્થ એપાર્ટમેન્ટ સ્થિત “ગાયત્રી મદ્રાસ કાફે” માંથી લેવાયેલ “ANMOL SUPER REFINED KAPAASIYA TEL (FROM 15 KG PKD TIN)” નો નમૂનો પણ “સબસ્ટાન્ડર્ડ” જાહેર થયો છે. પૃથ્થકરણ રિપોર્ટમાં આ નમૂનામાં B.R.READING AT 400 C અને આયોડિન વેલ્યૂ ધારાધોરણ કરતાં વધુ મળી હતી. સૌથી મહત્ત્વનું, કોટન સીડ ઓઇલના ટેસ્ટમાં કપાસિયા તેલની ગેરહાજરી મળી આવતા આ નમૂનો નિષ્ફળ જાહેર કરાયો છે.

રિપોર્ટમાં મિલ્ક ફેટનું પ્રમાણ કરતાં વધુ “SAVARIYA LOW FAT PANEER” – શ્યામ ડેરી પ્રોડક્ટસ, કોઠારીયા રોડ:કોઠારીયા રોડ, વિવેકાનંદનગર, શેરી નં. 9 ખૂણા પર આવેલી “શ્યામ ડેરી પ્રોડક્ટસ” માંથી લેવામાં આવેલા “SAVARIYA LOW FAT PANEER (FROM 5 KG PKD)” ના નમૂનામાં પણ ભેળસેળ મળી આવી છે. આ નમૂનાના રિપોર્ટમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારા ધોરણ કરતાં વધુ મળી આવ્યું હતું, તેમજ રીચર્ટ વેલ્યૂ ધારા ધોરણ કરતાં ઓછી નોંધાઈ હતી, જેને પગલે તેને “સબસ્ટાન્ડર્ડ” (ફેઈલ) જાહેર કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *