ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામમાં 8 ઓક્ટોબરે શ્રી કન્યા શાળા ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો. ગામલોકોને સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ ગામમાં જ મળે તે હેતુથી આયોજન કરાયું.
સુલતાનપુર ઉપરાંત સાંજડીયાળી, મોટા સખપર, ધૂડસીયા, દેવળા, લીલાખા, નવાગામ અને મસીતાળા સહિતના ગામોના લોકો હાજર રહ્યા. આવક-જાતિના દાખલા, આરોગ્ય, આંગણવાડી, ચૂંટણી-રેશનકાર્ડ, વૃદ્ધ-વિધવા સહાય, PGVCL, ST, IRD અને કૃષિ વિભાગ જેવી સેવાઓ અપાઈ.
જોકે, કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોમાં નારાજગી પણ જોવા મળી. ખાસ કરીને BPL દાખલા અને દેવીપૂજક સમાજ દ્વારા સામા કાંઠે પ્લોટિંગના પ્રશ્નો અંગે રજૂઆતો કરાઈ. ગ્રામજનોએ આ પ્રશ્નોનો જલદી ઉકેલ લાવવાની માંગ કરી.
તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ ઢોલરિયા સહિત અનેક અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા. કૃષિ વિભાગે ખેડૂતોને 50 ટકા સબસિડીવાળા સાધનોનું વિતરણ કર્યું.