રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ સુલતાનપુર પોલીસ સ્ટેશનના રાવણા ગામ પાસેથી બે શખ્સોને ઝડપી પાડ્યા છે. તેઓ કારમાં ચોરખાના બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા હતા. પોલીસે કુલ 1,83,530 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પકડાયેલા આરોપીઓમાંથી જહાંગીર અમીનભાઈ શેખ દાહોદના પીપલોદ પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં આઠ મહિનાથી ફરાર હતો. તેની સાથે નરેશ હીરાભાઈ નાગદેવ પણ પકડાયો છે.
પોલીસને બાતમી મળી હતી કે ટાટા ઇન્ડિકા કાર (GJ-01-KL-8560) માં બાબરાથી રાવણા થઈ જૂનાગઢ તરફ દારૂ લઈ જવાઈ રહ્યો છે. રાવણા ગામ પાસે વોચ ગોઠવી કાર રોકતા, ચોરખાનામાંથી 180 ML ની 459 વિદેશી દારૂની બોટલો મળી આવી.