લગ્નની લાલચ આપી મહિલા સાથે દુષ્કર્મ

રાજકોટ શહેરમાં દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાએ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પુનિતનગર શેરી નંબર 10માં રહેતા હિતેશ વાઢેરનું નામ આપ્યુ છે. જે ફરિયાદમાં જણાવ્યું છે કે, 1 એપ્રિલ, 2025થી 8 નવેમ્બર, 2025 સુધીમાં લગ્નની લાલચ આપી અલગ અલગ જગ્યાએ બોલાવી વારંવાર શરીર સંબંધ બાંધ્યો હતો અને 3 માસનો ગર્ભ રાખી દીધો છે. જેથી તાલુકા પોલીસ મથકના PSIએ આરોપીને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને PI હીરપરાના જણાવ્યા પ્રમાણે આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે. જે મજૂરીકામ કરે છે. આ શખ્સે લગ્નની લાલચ આપી મહિલા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.

અન્ય બનાવ શહેરના રામવન નજીક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં રામનાથ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં 2 બાઈક ધડાકાભેર અથડાયા હતા. જે ઘટનામા એક બાઈક સળગી ઉઠ્યું હતુ. આ અકસ્માતમાં બંન્ને બાઇક સવાર યુવાનો ઘાયલ થયા હતા અને રસ્તા પર ઇજાગ્રસ્ત હાલતમાં નજરે પડે છે. જેથી તુરંત 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે આ ઘટનામાં બાઇક સળગી ઉઠતા આસપાસના લોકો પણ ત્યાં એકત્ર થઈ ગયા હતા પરંતુ સદનસીબે મોટી જાનહાનિ ન થતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *