રાજકોટ તથા મોરબી સિવિલ હોસ્પિટલના દર્દીઓને વિનામૂલ્યે બ્લડ મળી રહે તેવા શુભઆશયથી શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી શ્રી સાગરેશ્વર મહાદેવજીની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તાજેતરમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું.
જેમાં 477 બોટલ બ્લડ એકત્રિત કરાયું હતું. રાજકોટ સિવિલ હોસ્પિટલને 255, મોરબી સિવિલ હોસ્પિટલને 144 તેમજ લાઇફ કેર બ્લડ બેંકને 78 બોટલ બ્લડ અર્પણ કરાઇ.