ગોંડલ રોડ પર હિટ એન્ડ રન, ચા પીવા નીકળેલા મહિલાનું મોત

શહેરમાં હિટ એન્ડ રનનો વધુ એક બનાવ બન્યો છે. જેમાં ગોંડલ રોડ પર અજાણ્યા વાહનના ચાલકે ઠોકરે લેતા લોહાનગરના મહિલાનું મોત નીપજ્યું છે.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ, લોહાનગરમાં ઇકબાલ ચોકમાં રહેતા શાંતાબેન પોપટભાઇ નાવડિયા(ઉ.વ.58) નામના મહિલા ગોંડલ રોડ પર લિજ્જત પાપડ પાસે ચાલીને જતાં હતાં ત્યારે અજાણ્યો વાહનનો ચાલક ઠોકર મારી ભાગી જતાં ગંભીર ઇજા થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં, પરંતુ અહીં મૃત્યુ થયું હતું.

બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવિઝન પોલીસને કરી હતી. મૃત્યુ પામનાર મહિલાને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. તેમના પતિ હયાત નથી. પોતે ઘરેથી ચાલીને ઘરની નજીક આવેલી હોટેલે ચા પીવા જતાં હતાં ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *