ફિલ્મમેકર મીરા નાયરના પુત્ર મમદાની ન્યૂયોર્કના મેયર બન્યા

ભારતીય મૂળના ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર ઝોહરાન મમદાનીએ અમેરિકાના ન્યૂયોર્ક શહેરની મેયરની ચૂંટણી જીતી લીધી છે, જેમાં તેમને 50.4% મત મળ્યા છે.

ન્યૂયોર્કના ભૂતપૂર્વ ગવર્નર અને સ્વતંત્ર ઉમેદવાર એન્ડ્રુ કુઓમો 41% એટલે કે લગભગ 850,000 મતો સાથે બીજા ક્રમે રહ્યા. રિપબ્લિકન કર્ટિસ સ્લિવા 7.1% એટલે કે લગભગ 145,000 મતો સાથે ત્રીજા ક્રમે રહ્યા.

મમદાની ફિલ્મ-દિગ્દર્શક મીરા નાયરના પુત્ર છે. તેઓ ન્યૂયોર્કના સૌથી યુવા મેયર, પ્રથમ ભારતીય-અમેરિકન અને 100 વર્ષમાં પ્રથમ મુસ્લિમ મેયર બનશે. પોતાની જીત બાદ મમદાનીએ ન્યૂયોર્કના લોકોને સંબોધિત કર્યા, ટ્રમ્પને ચેતવણી આપી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *