રાજ્યની GMERS કોલેજોમાં પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલની 173 બેઠકો અને સરકારી મેડિકલ કોલેજોમાં 73 મળીને કુલ 247 બેઠકોનો વધારો થયો છે. જુદી-જુદી કોલેજો દ્વારા મળીને 400થી વધારે બેઠકો માગવામાં આવી હતી જેની સામે આ વધારો અપાયો છે.
નેશનલ મેડિકલ કમિશન દ્વારા હજુ પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલની બેઠક વધારાને મંજૂરી આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં જુદી-જુદી 8 GMERS મેડિકલમાં એમ.ડી. અને એમ.એસ.ની મળીને 173 બેઠકોની મંજૂરી આપવામાં આવી છે.
બીજીબાજુ સરકારી મેડિકલ કોલેજોમાં 74 બેઠકને મંજૂરી આપવામાં આવી છે. આમ, કુલ 247 પી.જી.મેડિકલની બેઠકોને મંજૂરી આપી દેવામાં આવી છે.
GMERSમાં સૌથી વધુ ગાંધીનગરની કોલેજમાં 29, ધારપુર, પાટણમાં 28 અને હિંમતનગરની કોલેજમાં 27, જૂનાગઢમાં 20, સોલામાં 16 અને વડનગરની મેડિકલ કોલેજમાં 8ની સામે વલસાડમાં 24 બેઠકોનો સમાવેશ થાય છે.
ચાલુ વર્ષે 5 નવી જીએમઇઆરએસ મેડિકલ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની બેઠકને મંજૂરી આપવામાં આવી છે.