તમારો વિરોધ થાય એટલે માનવું, પ્રગતિના પંથે છો

25 ઓક્ટોબર 2025ને શનિવારના રોજ મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે શ્રી પાટીદાર સેવા સમાજ-મહીસાગર જીલ્લા દ્વારા ખાનપુર 42 લેઉવા પાટીદાર સમાજ આયોજિત સમસ્ત મહીસાગર જિલ્લા પાટીદાર સમાજ સ્નેહમિલન સમારોહ પ્રસંગે પ્રમુખ સ્થાને જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેમણે ઇશારા ઇશારામાં કહ્યું કે, તમારો વિરોધ થાય એટલે માનવાનું કે તમે પ્રગતિના પંથે છો.

તેમણે સમાજના વડીલો, યુવા ભાઈઓ બહેનોને નુતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને આ સાથે વક્તવ્ય દરમિયાન સમાજને એક થવા અને સંગઠિત થવા હાકલ કરવી પડે તેને કમનસીબી ગણાવી હતી.

મંત્રી મંડળમાં સ્થાન ન મળ્યા બાદ પ્રથમ વખત ખુલ્લીને જાહેર મંચ પરથી કહ્યું હતું કે, સમાજમાં આગળ વધતા નેતાઓ આગેવાનોનો હાથ ખેંચો પગ નહીં. હાથ ખેંચી આગળ વધારો પગ ખેંચી નીચે ના પછાડો. આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરતા કહ્યું કે આવડા મોટા સમાજને એટલા વર્ષો બાદ પણ બીજા સરદાર નથી મળી શકતા એ સમાજની સૌથી મોટી કમનસીબી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *