ફટાકડા ફોડતી વખતે 12 વર્ષનો બાળક દાઝ્યો: સારવાર હેઠળ

દિવાળીના તહેવારમાં ફટાકડાથી દાઝી જવાના બનાવ વધુ બનતા હોય છે. ત્યારે આજી ડેમ વિસ્તારના માંડાડુંગરમાં રાત્રિના ફટાકડા ફોડતી વખતે 12 વર્ષનો બાળક દાઝી જતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.

માંડાડુંગરમાં ભીમરાવનગર-22માં રહેતો કાર્તિક સુરેશભાઈ દેગામા(ઉ.વ.12)નામનો બાળક સાંજે આઠેક વાગ્યે ઘર પાસે ફટાકડા ફોડતો હતો ત્યારે ફટાકડાનો તણખો પહેરેલા કપડાંમાં ઉડતા શરીરે દાઝી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાંખસેડાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *