રાજકોટ શહેરમાં રૈયા રોડ પર રહેતા એક મહિલાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સંપર્કમાં રહેલા અંકલેશ્વરના હસતી તળાવ રોડ શિવાય હાઇટ્સમાં રહેતા લલિત બચુભાઈ કાપડિયાએ મોબાઈલમાં વીડિયો કોલ કરી બિભત્સ માંગણી કરતા મહિલાએ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધવતા પોલીસે આરોપીને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.
ફેસબુક મારફત લલિત કાપડિયાનો સંપર્ક કર્યો હતો મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા સાસુની ભાયુ ભાગની ખેતીની જમીન જે અંકલેશ્વરનાં લીમેટગામમાં આવેલ છે જે જમીન વેચવાની મને ખબર પડતા મે મારા મોબાઇલ ફોનમાં ફેસબુકમા તા.20.09.2025નાં રોજ લલિતકુમાર બચુભાઈ કાપડિયાનો ફેસબુકમાં સંપર્ક કર્યો હતો. લલીતએ મને તેમનો મોબાઇલ નંબર મોકલ્યો હતો. ફોનમાં વાત કરતા મે લલીતને અંકલેશ્વરમાં લીમેટ ગામમાં મારા સાસુની ભાયુ ભાગની જમીન છે અને આ જમીન વેચવા અંગે જાણ કરી હતી અને તેમણે મને મારૂ કામ કરાવી આપશે અને જમીન વેચાવી દેશે તેવી મને વાત કરી હતી.
આપણે એક દિવસ હોટલમાં રહીશું અને મજા કરીશું લલીત મને મારા મોબાઇલ ફોનમાં ફોન કરતા હતા તથા વોટસેપમાં મેસેજ મોકલતા હતા અને વિડીયો કોલ પણ કરતા હતા અને મારી સાથે વાતો કરતા હતા. હું એકલી રહેતી હોવાનું અને પ્રાઇવેટ નોકરી કરતી હોવાનું લલીતને જણાવ્યું હતું. ત્યારબાદ લલીતને હું એકલા રહેતા હોય જે વાતની ખબર પડી જતા લલીતએ મને વોટસેપમાં તા.25.09.2025ના રોજ મેસેજ કર્યો હતો કે, તમે અહીં આવો પછી આપણે એક દિવસ હોટલ માં રહીશું, મજા કરીશું જેથી મને આઘાત લાગ્યો હતો પરંતુ તે સમયે લલિત કાપડિયાએ નારાજગી સમજી જઇ તુરંત જ માફી માંગી હતી.