રાજકોટની માલિયાસણ ચોકડી પાસે 181 અભયમની ટીમે સાંકેતિક ભાષામાં સફળ કાઉન્સેલિંગ કર્યું

રાજકોટમાં મુકબધીર બાળકીનું પરિવાર સાથે મિલન થયાનું સામે આવ્યું છે. જેમાં જન્મથી મૂકબધિર એવી 14 વર્ષની એક ભૂલી પડેલી બાળકીનું 181 અભયમની ટીમે સાંકેતિક ભાષામાં કાઉન્સેલિંગ કર્યું હતું. ત્યારબાદ અત્યંત કાળજીપૂર્વકની જહેમત બાદ તેના પરિવારને સહીસલામત સોંપીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે 181 અભયમ ટીમની સાંકેતિક ભાષામાં કાઉન્સેલિંગની કુશળતા આ કિસ્સામાં નિર્ણાયક સાબિત થઈ છે.

જાગૃત નાગરિકના કોલથી માહિતી મળી ગત તારીખ 17 ઓક્ટોબરનાં રોજ રાત્રિના સમયે રાજકોટના માલિયાસણ ચોકડી પરથી એક જાગૃત નાગરિકે 181 હેલ્પલાઈન પર કોલ કરીને જાણ કરી કે ત્યાં એક અજાણી 14 વર્ષીય બાળકી મળી આવેલી છે, જેને મદદની જરૂર છે. કોલ મળતા જ તાલુકા પોલીસ સ્ટેશન સ્થિત 181 વાનની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી. 181 વાનના કાઉન્સેલર કિંજલ વણકર, મહિલા કોન્સ્ટેબલ જાનકીબેન અને પાયલોટ દર્શિતભાઈ તાત્કાલિક માલિયાસણ ચોકડી પર પહોંચ્યા હતા.

બાળકીને રિક્ષામાં બેસાડીને તેનું સરનામું પૂછવાનો પ્રયત્ન કર્યો ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ટીમે કોલ કરનાર જાગૃત નાગરિક જે એક રિક્ષાચાલક હતા, તેમની પાસેથી માહિતી મેળવી હતી. રિક્ષાચાલકે ટીમને જણાવ્યું હતું કે, જ્યારે તેઓ રિક્ષા લઈને રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ બાળકી રસ્તા પર ઊભી હતી અને ક્યાંક જવા માટે હાથ લાંબો કર્યો હતો. તેઓએ બાળકીને રિક્ષામાં બેસાડીને તેનું સરનામું પૂછવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બાળકી કંઈ સમજી શકી નહીં કે બોલી પણ શકી નહીં. તેણે માત્ર ઈશારાથી પોતાનું નામ અને સરનામું સાંકેતિક રીતે સમજાવવાની કોશિશ કરી હતી.

બાળકીને ઈશારા અને સાંકેતિક રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો રિક્ષાચાલકને લાગ્યું કે બાળકી મૂંગી-બહેરી છે અને ભૂલી પડી ગઈ છે, તેથી તેમણે મદદ માટે 181 પર કોલ કર્યો હતો. રસપ્રદ વાત એ હતી કે આ બાળકીને મદદ કરવા માટે અગાઉ જ કોઈ અન્ય વ્યક્તિએ 112 હેલ્પલાઈનમાં પણ ફોન કરી દીધો હતો, જેથી 112ની ટીમ પણ ઘટનાસ્થળ પર હાજર જ હતી. જોકે 181ની ટીમે મૂકબધિર બાળકી સાથે વાતચીત કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. ટીમના સભ્યોએ ધીરજપૂર્વક બાળકીને ઈશારા અને સાંકેતિક રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *