સ્વરૂપજી ઠાકોરના સ્વાગતમાં ગેનીબેનની મજાકભરી કટાક્ષ

ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારના મંત્રીમંડળમાં ફેરબદલ અને વિસ્તરણ કરાયું છે. જેમાં વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે. ત્યારે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે રાજ્યકક્ષાના પ્રધાન સ્વરૂપજી ઠાકોરનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગેનીબેન ઠાકોરે મજાકભરી કટાક્ષ કરી હતી. તેઓએ સ્વરૂપજી ઠાકોરને કહ્યું કે, “મારો આભાર માનો, મેં સીટ ખાલી કરી તેના માટે.”

સ્વરૂપજી ઠાકોરનું ભાભરમાં ભવ્ય સ્વાગત કરાયું તાજેતરમાં ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારના મંત્રીમંડળમાં ફેરબદલ અને વિસ્તરણ કરાયું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વાવ બેઠકના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યાં છે. જેને પગલે જિલ્લામાં તેઓનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. રાજ્યકક્ષાના પ્રધાન બન્યા બાદ સ્વરૂપજી ઠાકોર પ્રથમવાર ભાભર પહોંચ્યા હતા. તેમના સમર્થકો દ્વારા ભાભરમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ દમિયાન કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ તેમનું સ્વાગત કર્યું હતું. આ તકે ગેનીબેને મજાકભરી કટાક્ષ કરી હતી. નવા બનેલા રાજ્યકક્ષાના મંત્રીને હસતાં-હસતાં સંભળાવી દીધું કે, ‘મારો આભાર માનો, મેં સીટ ખાલી કરી એના માટે’. જોકે, ગેનીબેનની આ મજાકભરી કટાક્ષથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *