પુજિત રૂપાણી ટ્રસ્ટ, રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે નિદાન કેમ્પ યોજાયો

પુજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉનના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં 230 દર્દીઓએ લાભ લીધો હતો.

કેમ્પમાં નિષ્ણાત તબીબોએ દર્દીઓનું નિદાન કરી માર્ગદર્શન આપ્યું હતું. ડો. પ્રકાશ મોઢા, ડો. જયેશ ડોબરિયા, ડો.જતિન મોદી, ડો.પ્રતીક્ષાબેન દેસાઇએ હાજરી આપી હતી. રાજકીય આગેવાનો અને અગ્રણીઓએ હાજરી આપી હતી. કેમ્પને સફળ બનાવવા ટ્રસ્ટી અંજલિબેન રૂપાણી સહિતના આગેવાનો અને કાર્યકરોએ સહયોગ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *