રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકની રાજકોટ સહિત સૌરાષ્ટ્રની આશરે 5500થી વધુ સ્કૂલોમાં દિવાળી વેકેશનનો પ્રારંભ થઇ ગયો છે.
જ્યારે રાજ્યની કોલેજોમાં 17મીથી આગામી 21 દિવસ સુધી દિવાળીના વેકેશન નિમિત્તે રજાઓ રહેશે. આમ, હવે સ્કૂલ-કોલેજો બંધ થતાં શહેરમાં વેકેશનનો માહોલ શરૂ થયો છે. રાજ્યભરની સ્કૂલ-કોલેજો બંધ થઈ જતાં, વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોમાં પ્રવાસ અને ઉજવણીનો માહોલ શરૂ થયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પહેલા શૈક્ષણિક સત્રમાં કુલ 105 દિવસનો કાર્યભાર નક્કી કરવામાં આવ્યો હતો અને નિયમ પ્રમાણે 15મી ઓક્ટોબરના રોજ શૈક્ષણિક સત્ર પૂર્ણ જાહેર કરી દેવામાં આવ્યું છે. તા.16મીથી આગામી 5મી નવેમ્બર સુધી કુલ 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે.
6 નવેમ્બરથી નવું સત્ર, 3 મે 2026 સુધી ચાલશે આગામી તા.6 નવેમ્બરથી નવી એટલે કે બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરવામાં આવશે. દિવાળી પછીનું નવું સત્ર કુલ 144 દિવસનું રહેશે જે આગામી 3જી મે 2026 સુધી ચાલશે.