સાધુ વાસવાણી કુંજ રોડ પર રહેતાં સામતભાઈ મુળજીભાઈ ગઢવી (ઉ.વ.47)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અજાણ્યાં કાર ચાલકનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સટેબલ તરીકે ફરજ બજાવે છે. તેમના મોટાભાઈ દેવાંધભાઈ મૂળજીભાઈ ગઢવી (ઉ.વ.49)જે એક્સ આર્મીમેન છે અને હાલ ઉપલેટા તાલુકામાં તલાટી મંત્રી તરીકે નોકરી કરે છે અને તેઓ રેલનગરમાં જ રહે છે.
ગઈકાલ રાત્રિના 8.30 વાગ્યાની આસપાસ તેમને ભત્રીજા કિશનનો ફોન આવ્યો કે, પપ્પા રાત્રિના 8 વાગ્યાની આસપાસ 150 ફૂટ રીંગ રોડ પરથી ઘરે આવતા હતા ત્યારે નાણાવટી ચોક પાસે અજાણી કારે તેમના બુલેટને સાઈડમાંથી હડફેટે લેતા તેઓ પડી ગયા છે અને માથે-મોઢે ઈજા થતા તેમને 108માં સીવીલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા છે જેથી તેઓ તુરંત જ હોસ્પિટલ પહોંચી અને જોતા ભાઈને માથાના ભાગે ઈજા થતાં ચાર જેટલા ટાંકા આવ્યા હતાં જે બાદ ભાઈને વધું સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં હાલ તેમની સારવાર ચાલુ છે. બનાવ અંગેની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જનાર અજાણ્યાં કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.