ભાયાવદરમાં ચીફ જસ્ટિસ પર પગરખું ફેંકવાના વિરોધમાં દલિતોનું આવેદન

ભાયાવદરમાં દલિત સમાજ દ્વારા નાયબ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપીને ન્યાયની માંગણી કરીને જણાવ્યું હતું કે દેશ આઝાદ થયાના 78 વર્ષ થયાં હોવા છતાં જાતિવાદ અનુ. જાતિ સમાજનો પીછો છોડતો નથી, સરકારમાં બેઠેલા શાસકો દ્વારા દલિત અત્યાચારો બંધ કરવા માટે કોઈ જ નમૂનારૂપ કાર્યવાહી કરાતી નથી જેનો તાજો જ પુરાવો તાજેતરમાં બે ઘટનાએ આપ્યો છે.

જેમાં હાલમાં જ દેશના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તરીકે અનુ.જાતિ સમાજમાંથી આવતા બી.આર.ગવઈ ઉપર ચાલુ કોર્ટમાં રાકેશ કિશોર નામના વકીલ દ્વારા જુતું ફેંકવામાં આવ્યું હતું જે એક ગંભીર અપરાધ છે. તો અન્ય આવો જ એક બનાવ સામે આવ્યો હતો .

જેમાં હરિયાણા કેડરના સિનિયર આઇપીએસ એ.ડીજી વાય પુરણકુમારે ચંદીગઢ ખાતે તેમના નિવાસ સ્થાને તેમના સિનિયર અધિકારીઓના ત્રાસથી પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી ધરબીને આત્મહત્યા કરવા મજબુર કરવામાં આવ્યા હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *