રાજકોટમાં સ્પાની આડમાં ચાલતા વધુ એક કુટણખાનાનો પર્દાફાશ

રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં દરોડા પાડી પોલીસે છેલ્લા સાડા ત્રણ માસ દરમિયાન એક ડઝન જેટલા સ્પામાંથી કૂટણખાના ઝડપાયા પછી પણ પરિસ્થિતિ સુધરવાનું નામ નથી લઇ રહી જે સ્પષ્ટ કરે છે કે ફૂટણખાના ચલાવતાં સ્પાના સંચાલકોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી. વધુ એક સ્પામાંથી પોલીસે કુટણખાનુ ઝડપી પાડ્યું છે. જેમાં શહેરના માલવિયા ચોક સ્થિત પ્રમુખ સ્વામી આર્કેડમાં આ હાઈ ડ્રિમ વેલનેશ સ્પામાં ડમી ગ્રાહક મોકલી દરોડો પાડી કુટણખાનું ઝડપી પાડી સંચાલક અને ટેલિકોલરની ધરપકડ કરી આઠ જેટલી રૂપલલનાને મુક્ત કરાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ સ્પા લગભગ છેલ્લા ત્રણેક વર્ષથી કાર્યરત હોવાનું અને થોડા સમયથી જ ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્વિમબંગાળ અને ગુજરાતની લલના પાસે દેહવ્યાપાર કરાવવામાં આવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

રાજકોટ શહેરમાં માલવીયા ચોક પાસે પ્રમુખ આર્કેડમાં સ્પાની આડમાં દેહવેપાર ચાલતો હોવાની માહીતીને આધારે એન્ટી હ્યુમન સ્ફિકીંગ યુનિટ દ્રારા દરોડો પાડી સંચાલક સહિત બે શખસોને ઝડપી પાડી તેની પાસેથી રોકડ રકમ, ત્રણ મોબાઈલ સહિત 22 હજાર મુદામાલ કબજે કરી તપાસ કરતા સ્પામાં અલગ-અલગ રાજ્યની 8 યુવતીઓને રાખી ગ્રાહકો પાસેથી 2500 થી 5000 હજાર લઈને યુવતીઓને 1000 આપતા હોવાનુ સામે આવતા એ ડવીઝન પોલીસે સંચાલક સહિત બે શખસો સામે ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *