કોઠારિયા સોલવન્ટમાં શિવશક્તિ પાર્કમાં ત્રણ વર્ષની બાળકી છત પર રમી રહી હોય ત્યારે અચાનક નીચે પટકાતાં ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. અહીં બે દિવસની ટૂંકી સારવાર બાદ દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત છવાયો હતો.
કોઠારિયા સોલવન્ટના શિવશક્તિ પાર્કમાં ભાડાના મકાનમાં રહેતા રાહુલ મંડલની ત્રણ વર્ષની બાળકી 7મીએ ઘરે છત ઉપર રમી રહી હોય ત્યારે કોઈ કારણસર છત પરથી નીચે પટકાઈ હતી.
બાળકીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તાકીદે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં 2 દિવસની સારવાર બાદ તેણીએ દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી મચી હતી. આજી ડેમ પોલીસે બનાવ અંગે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક બાળકી ભાઈ-બહેનમાં નાની હતી.