નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ડિસેમ્બર 2025ની UGC NETનું રજિસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. ઉમેદવારો ugcnet.nta.nic.in પર જઈને ઓનલાઇન ફોર્મ ભરી શકશે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 7 નવેમ્બર સુધી ચાલશે. ઉમેદવારો 10થી 12 નવેમ્બર, 2025 દરમિયાન પોતાના ફોર્મમાં સુધારા કરી શકશે. એડમિટ કાર્ડ અને પરીક્ષાનું ટાઇમ ટેબલ સહિતની વિગત NTA પોતાની વેબસાઇટ પર તાત્કાલિક જાહેર કરશે.
ડિસેમ્બરની UGC NET પરીક્ષા CBT (કમ્પ્યૂટર બેઝ્ડ ટેસ્ટ) મોડમાં લેવાશે અને આ પરીક્ષા 85 વિષય માટે યોજાશે. પરીક્ષા જુનિયર રિસર્ચ ફેલોશિપ (JRF), સહાયક પ્રોફેસર તરીકે ભરતી અને પીએચ.ડી પ્રવેશ માટે જરૂરી લાયકાત માટે આવશ્યક છે. ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી અથવા સમકક્ષ લાયકાત હોવી જરૂરી છે. ફી રૂ.325થી રૂ.1150 સુધી છે.