નવરાત્રી દરમ્યાન થયેલ વાહન ચોરી ગુનામાં બે સગીર આરોપીઓને ઝડપી પાડી ત્રણ ચોરાઉ બાઈક કબ્જે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ દરમિયાન બંન્ને સગીરે આજથી આશરે 6 દીવસ અગાઉ રૈયારોડ રામેશ્રવર પાર્ક ખાતેથી એક બાઈક ચોરી કર્યાની અને 12 દિવસ અગાઉ મવડી ચોકડી પાસે રાત્રીના સમયે એક બાઈક ચોરી કર્યાની અને 20 દિવસ પહેલા પાંચ પીપળા ગામેથી રાત્રીના સમયે એક બાઈક ચોરી કર્યાની કબુલાત આપી હતી. જે વાહનોમાં હેન્ડલ લોક ન હોય તેવા વાહનો નીશાન બનાવી વાહન ચોરીને અંજામ આપવાની ટેવ ધરાવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે..
અન્ય બનાવ બે દિવસ પહેલાં રાજકોટના એજી ચોકમાં આવેલી આશાપુરા હોટલ રાત્રીના કારમાં ધસી આવેલા શખ્સોને હોટલ માલિકના પુત્ર રાહુલે ટપારતા તેનો ખાર રાખી ગેરકાયદે મંડળી રચી હુમલો કરી તોડફોડ કરી હતી જે અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. દરમિયાન આરોપીને પકડવા ક્રાઈમ બ્રાન્ચ ટીમ તપાસમાં હતી ત્યારે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. ઝડપાયેલા આરોપીઓમાં અમન જાકીરભાઇ પરમાર (ઉ.વ.22), કમલેશ રવજીભાઈ ચંદ્રપાલ (ઉ.વ.29) અને કૃણાલ મહેશભાઈ ગોસ્વામી (ઉ.વ.19) નો સમાવેશ થાય છે.
પોલીસે આ શખસોની પૂછતાછ કરતા આ હુમલા પ્રકરણમાં અન્ય આરોપી શાહરૂખ અનવર સમા, રિઝવાન ઉર્ફે શાહરૂખ શાહબુદ્દીન બેલીમ અને અર્ષદ શાહબુદ્દીન બેલીમ, રિયાઝ બાદશાહ અને એક અજાણ્યો શખસ પણ હુમલામાં સામેલ હોવાનું સામે આવતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીઓ પૈકી કમલેશ ચંદ્રપાલ સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં દારૂ, જાહેરનામા ભંગ અને પડધરીમાં દુષ્કર્મ અંગેનો ગુનો નોંધાઈ ચૂક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.