સ્પાની આડમા ચાલતું કૂટણખાનું ઝડપાયું, ગ્રાહક પાસેથી રૂ.2500 લેવાતા, રૂપલલનાને રૂ.1500 અપાતા

રાજકોટ શહેર વિસ્તારમા IMMORAL TRAFFIC ACT અન્વયે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા સ્પાની આડમા ચાલતું કૂટણખાનું ઝડપી પાડવામાં આવ્યુ હતુ. રાજકોટ શહેર માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાનામવા મેઇન રોડ ખાતે આર.કે. વીલા કોમ્પલેક્ષમાં આવેલ વેલ્વેટ વિસ્ટા સ્પાની અંદર સંચાલક દ્વારા સ્પામાં છોકરીઓ રાખી અને સ્પા મસાજના નામે બહારથી ગ્રાહકો બોલાવી દેહ વ્યાપારનો ધંધો કરાવવામાં આવતો હોવાની બાતમીના આધારે પોલીસ ત્યાં ડમી ગ્રાહક બની પહોંચી હતી. જ્યાં સ્પામાં ગ્રાહક પાસેથી રૂ.2500 ભોગ બનનાર પાસે લેવડાવી તેમાંથી રૂ. 1500 ભોગ બનનાર સ્ત્રી પોતે રાખતી હતી અને રૂ. 1000 સ્પા સંચાલકને આપવામાં આવતા હતા.

જ્યારે સ્પામાં એન્ટ્રી ફી તરીકે રૂ. 1,000 અલગથી લેવામાં આવતા હતા. આમ પોતાના આર્થિક લાભ માટે અન્ય સ્ત્રી પાસે દેહ વ્યાપારનો ધંધો કરાવી પોતાનું ગુજરાન ચલાવતા હોવાથી પોલીસે વિક્રમભાઇ મહેશભાઇ વિશ્વકર્મા (ઉ.વ.26, રહે.બ્લુ લોટસ, જાનકી પાર્ક, કાલાવડ રોડ, રાજકોટ) અને નિર્મલાબેન રામસીંગભાઇ ટમટા (ઉ.વ.40, રહે, મેઘમાયાનગર -2, સુર્યમુખી હનુમાન પાસે, નાનામવા રોડ,રાજકોટ)ને રૂ. 37 હજારની રોકડ તથા ત્રણ મોબાઈલ મળી રૂ. 72 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *