સ્વદેશી વસ્તુઓની લક્ઝરી હોટેલોમાં ઓન ડિમાન્ડ!

હોટેલ તાજ, હયાત, મેરિયોટ જેવી લક્ઝરી હોટેલમાં ડાઇનિંગ એરિયા કે લોન્જમાં ડિસ્પ્લે ફૂડ કાઉન્ટરમાં રહેલી મીઠાઈ, નમકીન, બેકરી આઈટમ, આઈસ્ક્રીમને સર્વ કરતા આપણે જોયું જ હશે. વૈભવી હોટેલમાં આ વાનગીને ફ્રેશ રાખતા આકર્ષક ડિસ્પ્લે શોકેશ વિદેશી નહીં ‘મેઇડ ઈન ઇન્ડિયા’ પણ હોઈ શકે તે જાણીને આપણને ચોક્કસ ગૌરવ થવું જોઈએ. રાજકોટના ઉદ્યોગકારો આત્મનિર્ભર બન્યા હોય તેમ યુ.એસ., યુરોપ, જાપાન, ચાઈના, હોંગકોંગની પ્રોડક્ટસ સામે ત્રીજા ભાગની કિંમતે ગુણવત્તાવાળી સ્વદેશી વસ્તુઓ લક્ઝરી હોટેલોમાં આપી રહ્યા છે અને તેથી તેઓ ઓન ડિમાન્ડ બન્યા છે.

રાજકોટના ફૂડ ઇક્વિપમેન્ટ ઉદ્યોગના પાયોનિયર શૈલેષભાઇ પીપળીયાએ જણાવ્યુ હતુ કે, હોટેલ ઉદ્યોગમાં ડિસ્પ્લે કાઉન્ટર અને કોમર્શિયલ કિચન ઇકવીપમેન્ટ્સ માટે ફૂડ સેફ્ટી અને હેલ્થને લઈને ચોક્કસ ક્વોલિટી જળવાઈ તે જરૂરી છે. વિદેશી પ્રોડક્ટ માટે તેના ખાસ નિયમો હોય છે. મોટા ભાગે ફૂડ અને હોસ્પિટાલિટી ઉદ્યોગમાં અમેરિકા, ઇટલી, જાપાન, હોંગકોંગ જેવા દેશની બ્રાન્ડની ડિમાન્ડ રહેલી છે પરંતુ એ જ ગુણવત્તા સાથેની સંલગ્ન પ્રોડક્ટ્સ ત્રીજા ભાગની કિંમતે મળી રહે તો સ્વદેશી વસ્તુની માગ ઉભી થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *