એર ઇન્ડિયા ફ્લાઇટની બર્મિંગહામમાં ઇમરજન્સી લેન્ડિંગ

પંજાબના અમૃતસરથી રવાના થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટનું બર્મિંગહામમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ફ્લાઇટ AI117, એક બોઇંગ 787 ડ્રીમલાઇનર છે. વિમાનનું રેમ એર ટર્બાઇન (RAT) એક્ટિવ થયું ત્યારે આ ઘટના બની.

એરલાઇને પુષ્ટિ આપી હતી કે વિમાનમાં બધી ઇલેક્ટ્રિકલ અને હાઇડ્રોલિક સિસ્ટમ્સ સામાન્ય રીતે કાર્યરત હતી. વિમાને 4 ઓક્ટોબરે અમૃતસરથી બર્મિંગહામ ઉડાન ભરી હતી.

એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિમાન બર્મિંગહામમાં સુરક્ષિત રીતે લેન્ડિંગ કર્યુ છે અને બધા મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે. જોકે, વધુ તપાસ માટે વિમાનને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે.

આ કારણે, બર્મિંગહામથી દિલ્હી જતી પરત ફ્લાઇટ AI114 રદ કરવામાં આવી છે. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે આ ફ્લાઇટમાં અસરગ્રસ્ત મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *