રાજકોટ શહેર એલસીબી ઝોન 1 ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલ બાતમીના આધારે ખોખડદળ પુલ પાસેથી બે શખસોને ઝડપી પાડ્યા હતા જેની પૂછતાછ કરતા તેમના નામ સિકંદર ઉર્ફે સિકુ ઉર્ફે ભોલુ જુમા પલેજા (ઉ.વ.20) અને અન્ય સગીર વયનો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બાઈકના કાગળો માંગતા બંને ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા અને બાદમાં સઘન પૂછતાછ કરતા આ બાઈક ચોરાઉ હોવાની કબૂલાત આપી હતી આ ઉપરાંત બે મોબાઇલ ચોરીની કબુલાત પણ આપી હતી.
પોલીસે ચોરાઉ બાઈક તથા બે મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 65,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી સિકંદર પલેજા સામે અગાઉ જામનગર એ ડિવિઝન, બી ડિવિઝન, રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં મળી ચોરીના પાંચ ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. વધુ પૂછતાછ કરતા આરોપી સિકંદર ઉર્ફે સિકુએ 10 દિવસ પહેલા વાવડી રોડ પર મટુકી રેસ્ટોરન્ટ પાસે હેર સલુનની દુકાનેથી આઇફોનની ચોરી કરી હોવાની અને એક અઠવાડિયા પૂર્વે પડધરી સર્કલ પાસે ઈંડાની લારીએથી લારીધારકનો મોબાઈલ ચોરી કર્યો હોવાની કબૂલાત આપી હતી. જયારે સિકંદર અને સગીરે સાથે મળી 20 દિવસ પહેલા શાપર વેરાવળથી પંચરની દુકાન પાસેથી બાઈકની ચોરી કર્યાની કબુલાત આપી હતી.