વૃદ્ધને પાર્ટી પ્લોટ ખાતે બોલાવી રૂ.4 લાખની માળા લૂંટી લીધી, બે યુવતી સહિત 4 ઝડપાયા

જામનગર રોડ પર ઘંટેશ્વર ગામમાં બંસીધર પાન પાસે રહેતાં અને લાભુભાઇ હુંબલ(ઉ.વ.71) દ્વારા ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ પરથી સફેદ રંગની કારમાં આવેલા અજાણ્યા સ્ત્રી અને પુરુષ સામે લૂંટનો ગુનો નોધ્યો હતો. આ કેસમાં રાહુલ ચાૈહાણ, સાહિલ વાઘેલા, સેનિલા ઉર્ફે હેતલ ઠેબા અને ચાંદની ઉર્ફે ચાર્મી પરમારની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

લાભુભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓને રાજકોટ-જામનગર હાઇવે પર રિયલ પર્લ ફાર્મ નામનો પાર્ટી પ્લોટ છે. બુધવારે પાર્ટી પ્લોટ ખાતે હતા ત્યારે અજાણ્યા યુવક-યુવતી સફેદ કાર લઇને આવ્યા હતાં અને પાર્ટી પ્લોટ ભાડે રાખવાની વાત કરી હતી.

દરમિયાન એક શખ્સે છરી કાઢી હતી અને ગળામાં પહેરેલી સોનાના પારાવાળી માળા (કિંમત રૂ.4 લાખ) યુવતીએ લૂંટી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *