યુવતીના નામથી મેસેજ કરી ટ્રેડિંગની સ્કીમો સમજાવી યુવક સાથે 7.40 લાખની ઠગાઇ

શહેરના રૈયા રોડ પર રહેતા યુવાનને વોટ્સએપમાં યુવતીના નામથી મેસેજ કરી બાદમાં વિશ્વાસ કેળવી ટ્રેડિંગમાં રોકાણ કરાવ્યું અને વોટ્સએપમાં લિંક મોકલી બાદમાં ટેલિગ્રામમાં એડ કરી વોલેટ બનાવડાવી ડોલરમાં ટ્રેડિંગ કરવા સામે નફો બતાવી વધુ રોકાણ કરાવડાવી ઠગાઇની ફરિયાદ નોંધાઈ છે.

રૈયા રોડ અક્ષર પાર્ક-1માં રહેતાં સંજયભાઇ રાયધનભાઇ ડાંગર(ઉ.વ.36) દ્વારા સાયબર ક્રાઈમ પોલીસમાં ફેસબુક આઇડીમાં આપેલા મોબાઇલ નંબર, ટેલિગ્રામ આઇડી અને અલગ-અલગ ત્રણ બેંક એકાઉન્ટના ધારક વિરુદ્ધ ગુનો નોંધાયો છે. સંજયભાઇ ફેક્ટરીમાં વર્કશોપ મેનેજર તરીકે નોકરી કરે છે. તે અલગ-અલગ ખાનગી બેંકમાં ખાતાધારક છે.

ગત તા.2/6ના નિશા અગ્રાવત નામની ફેસબુક આઇડી પર રિક્વેસ્ટ આવતા વાતચીત શરૂ થઇ હતી. રોકાણની વાત કરી એક વોટ્સએપ નંબ આપ્યો. જેમાં લિંક ઓપન કરતાં વિગતો તેણે ભરી હતી. ત્યારબાદ તેનું એમાં એક વોલેટ બન્યું હતું.યુવકે તેના એકાઉન્ટમાંથી પ્રથમ 40 હજાર બાદમાં 2 લાખ ટ્રાન્સફર કર્યાં હતા. બાદ ટ્રેડિંગ કરતાં તેના વોલેટમાં સારો નફો બતાવાતો હતો.

બાદમાં તેને વિશ્વાસ બેસતા તેણે પાંચ લાખનું રોકાણ કર્યું હતું. એ પછી તેણે ટેલિગ્રામમાં ડોલરની રકમ વિડ્રો કરવા રિક્વેસ્ટ મૂકતાં તેને ત્રણ દિવસ પછી વિડ્રો થઇ શકાશે તેમ કહેવાયું હતું. યુવક સાથે કુલ રૂ.7.40 લાખનું ફ્રોડ થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *