દરિયામાં હરિયાળી ક્રાંતિ, 1000 રાફ્ટ પર શેવાળની ખેતી

દેશમાં ફરી એક વખત હરિયાળી ક્રાંતિની તૈયારી થઈ રહી છે આ વખતે આ હરિત ક્રાંતિ દરિયામાં થવાની છે. મત્સ્યવિભાગે દરિયામાં સીવીડ એટલે કે કાપાફિક્સ અલ્વારેઝી પ્રજાતિના ખાસ પ્રકારના શેવાળની ખેતી કરવાનું સાહસ હાથ ધર્યુ છે. મોરબીના માળિયા તાલુકામાં નવલખી પોર્ટમાં 1000 રાફ્ટ તરતા મુકાશે. આ રાફ્ટમાં સીવીડનું બિયારણ રખાય છે અને થોડા જ દિવસોમાં શેવાળ તૈયાર થઈ જાય છે. આ શેવાળના લિક્વિડ અથવા પાઉડર ફાર્મા પ્રોડક્ટ, એગ્રો પ્રોડક્ટ અને કોસ્મેટિક્સમાં કાચા માલ તરીકે વપરાય છે.

કોઇ પણ પાકમાં વહેલા અને વધુ ફાલ માટે ગ્રોથ ફેક્ટરનો સ્પ્રે કરવો પડે છે જેમાં auxins, cytokinins અને gibberellins હોર્મોન હોય છે. આ હોર્મોન સીવીડમાંથી મળે છે. સીવીડ પાઉડર હાલ ઈન્ડોનેશિયા સહિતના દેશોમાંથી મગાવવો પડે છે ગુજરાતમાં આ સીવીડનું ઉત્પાદન થશે એટલે ગ્રોથ ફેક્ટર સસ્તા થશે અને ખેડૂતો ઓછા સમયમાં વધુ ઉત્પાદન લઈ શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *