સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ, અતિભારે વર્ષાની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, કચ્છમાં વોલમાર્ક લો પ્રેશર અને બે મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં વરસાદ રહેશે. આગામી ત્રણ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આજે રાજકોટ, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં યલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. આજે અમદાવાદમાં વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

2 ઓક્ટોબર સુધી વરસાદી રાઉન્ડ શરૂ રહેશે: પરેશ ગોસ્વામી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વરસાદની આગાહી કરતાં જણાવ્યું હતું કે 2025ની ચોમાસાની સિઝનનો વરસાદનો છેલ્લો રાઉન્ડ શરૂ થયો છે. 2 ઓક્ટોબર સુધી આ વરસાદી રાઉન્ડ શરૂ રહેશે, જેમાં રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ અને મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. અનેક જગ્યાએ બેથી પાંચ ઈંચ તો કોઈ જગ્યાએ પાંચ ઈંચથી પણ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને બંગાળની ખાડીનું સાઇક્લોનિક સર્ક્યુલેશન હતું એ પશ્ચિમ દિશામાં ગતિ કર્યું, એ સાઇક્લોનિક સર્ક્યુલેશન 24 સપ્ટેમ્બરે મહારાષ્ટ પર આવીને મજબૂત બનીને લોપ્રેશર બન્યું હતું, જે વધુ સ્ટ્રોંગ થઇ ડિપ્રેશન બની છે. આ સિસ્ટમ હજુ પણ મજબૂત બની શકે છે, જેના કારણે મુંબઈની અંદર ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *