કપિલ શર્માને મારી નાખવાની ધમકી આપનારો શખ્સ ઝડપાયો

તાજેતરમાં, કોમેડિયન કપિલ શર્માને ₹1 કરોડની ખંડણી માંગતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતો ઈમેઈલ મોકલવામાં આવ્યો હતો. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ધમકી આપનાર શખ્સની પશ્ચિમ બંગાળના 24 પરગણામાંથી ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલી વ્યક્તિની ઓળખ દિલીપ ચૌધરી તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, ગેંગસ્ટર ગોલ્ડી બરાર અને રોહિત ગોદારા ગેંગનો સભ્ય હોવાનો દાવો કરતો દિલીપ ચૌધરી કપિલ શર્માને ₹1 કરોડની ખંડણી માંગતો ઈમેઈલ મોકલી રહ્યો હતો.

પોલીસે તેને એસ્પ્લેનેડ કોર્ટમાં રજૂ કર્યો, જ્યાં તેને 30 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. મુંબઈ પોલીસ હાલમાં આરોપીની પૂછપરછ કરી રહી છે. તેઓ એ પણ નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, તેનો ગોલ્ડી બરાર અને રોહિત ગોદારા ગેંગ સાથે કોઈ સંબંધ છે કે નહીં.

પહેલો હુમલો 10 જુલાઈએ થયો હતો: કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સર્રેમાં સ્થિત કપિલ શર્માના ‘કેપ્સ કેફે’ પર પહેલો હુમલો 10 જુલાઈએ થયો હતો. હુમલાખોરે 10 થી 12 રાઉન્ડ ફાયરિંગનો વીડિયો પણ બનાવ્યો હતો. ખાલિસ્તાની આતંકવાદી હરજીત સિંહ લાડીએ આ હુમલાની જવાબદારી લીધી હતી. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં તેણે જણાવ્યું હતું કે, ‘કોમેડી શો દરમિયાન નિહંગ શીખો વિરુદ્ધ કરેલી ટિપ્પણીઓને કારણે કપિલ શર્માના કાફે પર ગોળીબાર કર્યો હતો.’ કપિલ શર્માને જાહેરમાં માફી માંગવાની ચેતવણી આપતાં કહેવામાં આવ્યું હતું કે, ‘જો તે માફી નહીં માંગે તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *