પશ્ચિમ રેલવે દ્વારા આગામી દિવાળી અને છઠ પૂજા ફેસ્ટિવલ સિઝન દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટ-બરૌની વચ્ચે સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન સંખ્યા 09569 રાજકોટ-બરૌની સ્પેશિયલ તારીખ 02 ઓક્ટોબરથી 27 નવેમ્બર સુધી દર ગુરુવારે રાજકોટથી સાંજે 5 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 5 વાગ્યે બરૌની પહોંચશે.
એ જ રીતે ટ્રેન સંખ્યા 09570 બરૌની-રાજકોટ સ્પેશિયલ તારીખ 4 ઓક્ટોબરથી 29 નવેમ્બર સુધી દર શનિવારે બરૌનીથી બપોરે 2:40 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 4:40 વાગ્યે રાજકોટ પહોંચશે.
માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન વાંકાનેર, સુરેન્દ્રનગર, ચાંદલોડિયા-B, મહેસાણા, પાલનપુર, આબુરોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકુઇ પાટલિપુત્ર, સોનપુર, હાજીપુર અને શાહપુર પટોરી સહિતના સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટિયર અને એસી 3-ટિયર શ્રેણીના કોચ રહેશે.