ગિફ્ટ સિટી 500 અબજ ડોલરની આંતરરાષ્ટ્રીય નાણાંકીય તકો ખોલશે

ગિફ્ટ ઇન્ટરનેશનલ બેંકિંગ ફોરમ (જીઆઈબીએફ) 2025ની બીજી એડિશનનું ગિફ્ટ સિટી ક્લબ ખાતે સફળતાપૂર્વક સમાપન થયું હતું. જેમાં સિનિયર રેગ્યુલેટર્સ, ગ્લોબલ બેંકના CEO અને વિચારકો એ ચર્ચા કરવા માટે એકત્રિત થયા હતા કે કેવી રીતે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી) ભારતની વૈશ્વિક નાણાંકીય મહત્વાકાંક્ષાઓને આગળ લઈ જઈ શકે. માત્ર આમંત્રિતો માટેના જ આ કાર્યક્રમને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. જેમાં દેશભરના 150થી વધુ સિનિયર લીડર્સ અને 50થી વધુ બેંકોએ ભાગ લીધો હતો. “Powering India’s Global Financial Leadership” થીમ સાથે ફોરમમાં આખા દિવસના એજન્ડા હેઠળ મુખ્ય બાબતો, પ્રેઝન્ટેશન્સ અને પેનલ ચર્ચાઓ યોજાઈ હતી. જેમાં એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે ગિફ્ટ સિટી કેવી રીતે હોલસેલ બેંકિંગ, રિટેલ વેલ્થ અને ટ્રેઝરી સહિતના બેંકિંગના વિવિધ પાસાંમાં નવીનતા લાવવા માટે સ્થિત છે જ્યારે ગ્લોબલ ફાઇનાન્શિયલ હબ તરીકે ભારતના એકીકૃત વિઝનને ઓપ આપી રહી છે.

આ કાર્યક્રમમાં વૈશ્વિક પ્રવાહોને ખુલ્લા મૂકતી તકો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. જેમાં બેંક ક્રેડિટનો વિશ્વના જીડીપીમાં 86 ટકા હિસ્સો, 34 ટ્રિલિયન ડોલરની ક્રોસ-બોર્ડર ધિરાણની ક્ષમતા, 860 અબજ ડોલરના રેમિટન્સ તથા ગિફ્ટ સિટી દ્વારા બોન્ડ્સ, ફોરેક્સ, ડેરિવેટિવ્ઝ અને રોકાણોમાં ટ્રેઝરી કામગીરી પૈકીનો 15-25 ટકા હિસ્સો મેળવવાની શક્યતાનો સમાવેશ થાય છે. ગિફ્ટ સિટીને 500 અબજ યુએસ ડોલરના મલ્ટી એસેટ ફાઇનાન્શિયલ હબ તરીકે સ્થાન આપવું તે ડિલિવરી હબથી વ્યૂહાત્મક વૈશ્વિક નાણાંકીય કેન્દ્ર તરફ ભારતની પ્રગતિ પર ભાર મૂકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *