જંતુનાશક દવા, રાસાયણિક ખાતરને મૂકીને રાજકોટ જિલ્લાના 12 હજારથી વધુ ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવી

રાજકોટ જિલ્લામાં હાલમાં 12 હજારથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. આ એવા ખેડૂતો છે કે જે પહેલાં જંતુનાશક દવા, રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હતા, પરંતુ પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ હવે ખેડૂતો ગોબર,ગૌમૂત્ર વગેરેનો ઉપયોગ કરી રહ્યા છે. જેને કારણે પાકમાં પણ વૃદ્ધિ આવી રહી છે. હાલમાં રાજકોટ જિલ્લામાં મગફળી, સોયાબીન, તેલ, મગફળી સહિતના પાકો માટે 6818થી વધુ એકરમાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે. રાજકોટ જિલ્લામાં 12,309 ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી હોવાનું એગ્રિકલ્ચરલ ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સીએ જાહેર કરેલા સરવેમાં જણાવ્યું છે.

મગફળી અને કપાસ એ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર માટે ખેતીનો મુખ્ય પાક છે. મગફળીના પાક લેતા ખેડૂતો પણ હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.આ સિવાય સોયાબીન, તલ, મગ, અડદ અને શાકભાજીની ખેતી કરતાં ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અમલમાં મૂકાયું છે. જેમાં ત્રણ ગ્રામપંચાયત દીઠ એક ક્લસ્ટરની રચના કરીને દરેકમાં ખેડૂત જાગૃતિ તાલીમ યોજાય છે.

ડુંગળીની ખેતી માટે પ્રાઈઝ ડેફિશિયન્સી પેમેન્ટ યોજનામાં અરજીની અંતિમ મુદત ડુંગળીનું ઉત્પાદન કરતાં ખેડૂતોને માર્કેટ ઈન્ટરવેન્શન સ્કીમ હેઠળ પ્રાઈઝ ડેફિશિયન્સી પેમેન્ટ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે.રાજકોટ જિલ્લાના જે ખેડૂતોએ આ યોજના અંતર્ગત અરજી કરી હોય, પરંતુ રાજકોટ જિલ્લા બાગાયત કચેરી ખાતે અરજી જમા કરાવી ન હોય તેવા ખેડૂતોને 10 દિવસમાં અરજી સાથે દસ્તાવેજો સાથે નાયબ બગાયત નિયામકની કચેરી, 2-3 જિલ્લા સેવા સદન-3 રાજકોટ અરજી પહોંચાડવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *