CBSE ધો.10 અને 12ની પરીક્ષા 17 ફેબ્રુઆરીથી

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) 17 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષાઓ લેશે. આ પહેલી વાર છે જ્યારે ધોરણ 10ની બોર્ડ પરીક્ષાઓ એક શૈક્ષણિક સત્રમાં બે વાર લેવામાં આવશે. પહેલી પરીક્ષા 17 ફેબ્રુઆરીથી 6 માર્ચ, 2026 દરમિયાન યોજાવાની શક્યતા છે, જ્યારે બીજી પરીક્ષા 15 મેથી 1 જૂન દરમિયાન યોજાઈ શકે છે. તેમણે કહ્યું કે ધોરણ 12ની પરીક્ષાઓ 17 ફેબ્રુઆરીથી 9 એપ્રિલ, 2026 દરમિયાન યોજાવાની શક્યતા છે.

ભારદ્વાજે જણાવ્યું હતું કે, સામાન્ય માર્ગદર્શિકા મુજબ, દરેક વિષયની પરીક્ષાના આશરે 10 દિવસ પછી ઉત્તરવહીઓનું મૂલ્યાંકન શરૂ થશે અને 12 દિવસમાં પૂર્ણ થશે. ઉદાહરણ તરીકે, જો ધોરણ 12 ભૌતિકશાસ્ત્રની પરીક્ષા 20 ફેબ્રુઆરી, 2026 ના રોજ યોજાશે, તો મૂલ્યાંકન 3 માર્ચ, 2026ના રોજ શરૂ થશે અને 15 માર્ચ, 2026 સુધીમાં પૂર્ણ થશે.

બીજી પરીક્ષા એટલે કે વૈકલ્પિક પરીક્ષામાં, વિદ્યાર્થીઓને વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન અને ભાષાઓમાંથી કોઈપણ 3 વિષયોમાં તેમનું પ્રદર્શન સુધારવાની મંજૂરી આપવામાં આવશે.

શિયાળા દરમિયાન બંધ રહેતી શાળાઓના વિદ્યાર્થીઓને બેમાંથી કોઈપણ પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે.

જો કોઈ વિદ્યાર્થી પહેલી પરીક્ષામાં 3 કે તેથી વધુ વિષયોમાં હાજર ન રહ્યો હોય, તો તેને બીજી પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *