બલુચિસ્તાનમાં જાફર એક્સપ્રેસ પર બોમ્બ હુમલો

મંગળવારે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં જાફર એક્સપ્રેસ ટ્રેન પર થયેલા બોમ્બ હુમલામાં ઓછામાં ઓછા 12 લોકો ઘાયલ થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ક્વેટા જતી ટ્રેન માસ્તુંગ જિલ્લાના સ્પિજેન્ડ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે આ હુમલો થયો હતો.

આ ટ્રેનમાં લગભગ 270 મુસાફરો હતા. આ હુમલામાં છ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને એક પલટી ગયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, 10 કલાકની અંદર આ વિસ્તારમાં આ બીજો વિસ્ફોટ હતો.

મંગળવારે સવારે રેલવે ટ્રેક નજીક બીજો બોમ્બ વિસ્ફોટ થયો. પેશાવર જતી જાફર એક્સપ્રેસ ક્વેટા સ્ટેશનથી રવાના થઈ હતી. વિસ્ફોટ પછી ટ્રેનને થોડા સમય માટે રોકવામાં આવી હતી, પરંતુ સુરક્ષા દળોએ ટ્રેક સાફ કરી દીધા અને તેને આગળ વધવા દીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *